ગેંગરેપનો Shocking કિસ્સો, હેવાનિયતની તમામ હદો પાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટે બધાના હોશ ઉડાવી દીધા
મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં રોડ નાખીને એવી હેવાનિયત આચરવામાં આવી કે પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરો પણ થથરી ગયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથમાં આવતા હવે પ્રશાસનના પણ હોશ ઉડી ગયા છે.
Trending Photos
ખાલિદ રિયાઝ, બદાયુ: ઉત્તર પ્રદેશના બદાયુમાં એક મહિલા સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી દેવાનો આઘાતજનક મામલો સામે આવ્યો છે. આરોપીઓએ પહેલા તેની સાથે ગેંગરેપ કર્યો અને ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં રોડ જેવી કોઈ વસ્તુ નાખી દીધી. પછી તે મહિલાની હત્યા કરી નાખી. પોસ્ટમોર્ટમમાં મહિલાના ગુપ્તાંગમાં ઈજાના નિશાન મળ્યા છે. તેની જમણી પાંસળી, જમણો પગ અને જમણા ફેફસાને પણ કોઈ વજનદાર વસ્તુથી પ્રહાર કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મહિલાના મોતનું કારણ વધુ પ્રમાણમાં લોહી વહી જવું અને આઘાત લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે એક આરોપી ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસે ચાર ટીમો કામે લગાવી છે. એસએસપીએ બેદરકારી વર્તનારા ઉધૈતીના પોલીસ સ્ટેશન ઈનચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે. આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) હેઠળ કાર્યવાહી કરાશે.
શું થયું હતું?
હેવાનિયતનો આ મામલો જિલ્લાના ઉધૈતી પોલીસ ક્ષેત્રના એક ગામનો છે. 3 જાન્યુઆરીના રોજ અહીંની એક મહિલા પાસેના ગામ સ્થિત મંદિર પર રોજની જેમ રવિવારે પણ ગઈ હતી. પોલીસના જણાવ્યાં મુજબ મોડી રાતે મંદિરના મહંત પોતાની બોલેરો કાર દ્વારા તેનો મૃતદેહ ઘરના દરવાજે ફેંકીને જતો રહ્યો. કહેાય છે કે આ અગાઉ આરોપી મહંત તેને પોતાની ગાડીથી સારવાર માટે ચંદૌસી પણ લઈ ગયો હતો. પરિજનોના આરોપ પર પોલીસે આરોપી મહંત સહિત તેના એક ચેલા અને ડ્રાઈવર વિરુદ્ધ ગેંગરેપ અને ત્યારબાદ હત્યાનો કેસ દાખલ કર્યો છે.
44 કલાક બાદ પોસ્ટમોર્ટમ
મહિલાના પરિજનોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાનો આરોપ લગાવ્યો, પરંતુ ઉધૈતીના થાનેદાર રાવેન્દ્ર પ્રતાપ સિંહે પરિજનોની ફરિયાદને સાંભળવાનું તો બાજુ પર રહ્યું ઘટનાસ્થળની મુલાકાત પણ ન લીધી. પહેલા તો પોલીસ પરિજનોને પોલીસ સ્ટેશનના ચક્કર કપાવતી રહી. મહિલાનું મોત કૂંવામાં પડીને થયું એવું જણાવીને મામલો રફેદફે કરવાનું કહેવાયું. પરંતુ ખુબ દબાણ બાદ મામલો નોંધાયો અને સોમવારે બપોરે 44 કલાક પછી લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ. મહિલા ડોક્ટર સહિત ત્રણ ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ
સાંજે રિપોર્ટ આવ્યો તો ચોંકાવનારો ખુલાસો થયો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ખુબ લોહી વહી ગયું હતું. રિપોર્ટમાં લોખંડના કોઈ સળિયા કે અન્ય એવી કોઈ અણિદાર વસ્તુ ગુપ્તાંગમાં નાખવાની વાત પણ સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને ઓફિસરોના પગ નીચેથી જમીન સરકી ગઈ.
શું કહેવું છે એસએસપીનું?
એસએસપી સંકલ્પ શર્માનું કહેવું છે કે ઉધૈતી સ્ટેશન વિસ્તારમાં લગભગ 50 વર્ષની મહિલાની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિજનોની અપીલ પર ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને દુષ્કર્મનો કેસ દાખલ કરાયો. આરોપીઓની ધરપકડ માટે ચાર ટીમો કામે લગાવવામાં આવી. બે આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે બેદરકારી વર્તનારા ઉધૈતીના સ્ટેશન ઈનચાર્જને સસ્પેન્ડ કરી દેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે